જ્યોતિષના નિ:શુલ્ક વર્ગો

સંસ્થાની પ્રવૃત્તિઓ:

  • ત્રિ - વાર્ષિક સર્ટિફીકેટ કોર્સ:

    નિરયન અને નક્ષત્ર પદ્ધતિથી કુંડલી ગણિતનું અધ્યાપન - યોગ દશા - ગોચરના સહયોગથી સંપૂર્ણ ફલાદેશનો અભ્યાસ - મુહુર્ત મેળાપક અને વસ્તુ શસ્ત્રનો શત્રોક્ત અભ્યાસક્રમ.
  • આકાશ દર્શન:

    જર્મન ટેલીસ્કોપ અને પ્રોજેક્ટર દ્વારા નિષ્ણાતોના માર્ગદર્શન અને વિદ્વાનોના પ્રવચનો સાથે મુંબઈની બહારના સુંદર સ્થળે ત્રણ દિવસનો શૈક્ષણિક પ્રવાસ. તેમજ જે તે સ્થળના સ્થાનિક શાળા - કોલેજના વિદ્યાર્થીઓને પણ આ આકાશ દર્શનનો શૈક્ષણિક લાભ આપવો.
  • ગુરુપૂર્ણિમા ઉજવણી:

    વિદ્યાર્થીઓના અભ્યાસુ લેખોના પ્રકાશન અને પ્રવચન સહિત આમંત્રિત વિદ્વાનોના વ્યાખ્યાનનું આયોજન.
  • વયસ્ક સન્માન:

    ૬૦ વર્ષ થી વધુ ઉંમરના અને ઓછામાં ઓછા ૨૫ વર્ષથી જ્યોતિષશાસ્ત્રના પ્રચાર - પ્રસાર કે અધ્યયન - અધ્યાપનમાં મહત્વનું યોગદાન કરનારા વડીલોનું દર વર્ષે વાર્ષિક સમારોહમાં બહુમાન.
  • નિબંધ - સ્પર્ધાનું આયોજન:

    સંસ્થાના વિદ્યાર્થીઓ તથા બહારના જ્યોતિષ - નિષ્ણાતો દ્વારા જ્યોતિષને લગતા વિવિધ વિષયોની છણાવટ કરતા નિબંધ લેખનની સ્પર્ધા અને વિજેતા નીવડેલી શ્રેષ્ઠ કૃતિનું 'જ્યોતિષ - દર્શન' અંકમાં પ્રકાશન તેમજ દરેક સ્પર્ધકને સન્માનપત્ર અને વિજેતાઓને ચંદ્રકો.
  • પ્રશ્નોત્તરી સ્પર્ધા:

    ફેસબુક ઉપર દર માહ દરમ્યાન ૧૦ પ્રશ્નો પુછવામાં આવે છે તે પાંચ મહિના સુધીના ૫૦ પ્રશ્નોના વધુમાં વધુ સચોટ ઉત્તરો આપના વિદ્યાર્થીઓનું રોકડ પુરસ્કારથી સન્માન.
  • જ્યોતિષ દર્શન:

    દર વરસે સંસ્થાના વાર્ષિક સમારોહ પ્રસંગે પ્રકટ થતા આ અંકમાં નિષ્ણાતોના જ્ઞાનવર્ધક લેખોનું સંકલન કરાય છે. અને નિબંધ સ્પર્ધાના વિજેતાઓની કૃતિનું પ્રકાશન કરાય છે.
  • ચક્રવ્યૂહ (જ્યોતિષલક્ષી ક્રોસવર્ડ):

    વિદ્યાર્થીઓને જ્યોતિષલક્ષી વિષયોની ઊંડી સમજ મેળવવા પ્રોત્સાહિત કરવા અને તેમના જ્ઞાનની કસોટી કરવાના આશયથી શિક્ષકો દ્વારા તૈયાર કરાયેલી સર્વપ્રથમ પઝલ બુક.
  • પ્રવચન શ્રુંખલા:

    જ્યોતિષશાસ્ત્રના અગત્યના વિષયને અનુલક્ષી સંપૂર્ણ દિવસના પ્રવચનો વિવિધ વિદ્વાનો દ્વારા પ્રવચન અને પુસ્તિકાઓનું વિતરણ.
  • ફેસબુક કમ્યુનિટી / વોટ્સઅપ ગ્રુપ:

    સંસ્થાના મુંબઈ સ્થિત કેન્દ્રના સેંકડો વિદ્યાર્થીઓ જ્યોતિષશાસ્ત્રના વિવિધ વિષયોની અરસપરસ ચર્ચા કરી શકે અને અદ્યતન માહિતી આપલે વડે સજ્જ રહી શકે એ હેતુથી ઉપલબ્ધ કરાયેલી સુવિધા.
  • એસ.એમ.એસ:

    સંસ્થા સાથે સંકળાયેલા વર્તમાન - ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપરાંત સંસ્થાના હિતેછુ શાસ્ત્રાદર ધરાવનારઓને હિંદુ માસ - વદ પક્ષના અગત્યના તહેવારો અને ગ્રહોની દર પંદર દિવસે મોકલાવાય છે.

પ્રાધ્યાપક ગણ:

સંબંધિત સલાહકારો:

જ્યોતિષ વિદ્યામંદિર સાથે સંકળાયેલા સભ્યો:

મેમોરબ્લેસ ઓફ જ્યોતિષ વિદ્યામંદિર :

kundli sangraha book

સંપર્ક

કાર્યાલય:

૪, ઓજસ, ઍસ. ઍન. રોડ, રૅશન ઑફીસની બાજુમા,

મુલુન્ડ (વે), મુંબઇ - ૪૦૦૦૮૦

ફોન : ૦૨૨ ૨૫૬૧૮૮૯૯ મોબઈલ. +૯૧ ૭૬૬૬૬૬૬૭૮૯, +૯૧ ૯૮૬૯૦૭૧૩૬૬, +૯૧ ૭૬૬૬૧૧૬

ઈમેલ : info@jyotishvidyamandir.com

વેબસાઇટ: www.jyotishvidyamandir.in